PHOTO GALLERY

D'A: રાજકુમારની સ્ટાઇલ

  • Jul 03, 2017, 13:26 PM IST
1 of 11
D'A: રાજકુમારની સ્ટાઇલ
એક્ટર રાજકુમારની આજે 21મી પુણ્યતિથિ છે. 3 જૂલાઇ, 1996ના રોજ મુંબઇમાં તેઓનું નિધન થયું હતું. તેમની એક્ટિંગ સ્ટાઇલ, સફેદ જૂતા અને ડાયલોગ્સ આજે પણ દર્શકોમાં રોમાંચ પેદા કરે છે. તેઓનો જન્મ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 8 ઓક્ટોબર, 1926ના રોજ એક મધ્યમ વર્ગીય કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓનું ઓરિજિનલ નામ કુલભૂષણ પંડિત હતું. સ્નાતકનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ તેઓ મુંબઇ આવી ગયા, તેઓ મુંબઇ પોલીસમાં સબ ઇન્સપેક્ટર હતા. તેઓએ 1952માં ફિલ્મ રંગીલીથી પોતાના અભિનયની શરૂઆત કરી. ત્યારબાદ તેઓએ પાકીઝા, મધર ઇન્ડિયા, હમરાજ, વક્ત, હીર રાંઝા, લાલ પત્થર, કુદરત, એક નઇ પહેલી, પૈગામ, મરતે દમ તક, જેલર ઉજાલા, દિલ અપના ઓર પ્રીત પરાઇ, ઘરાના, નીલ કમલ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ, રાજકુમારની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Raaj Kumar Death Anniversary
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites