PHOTO GALLERY

IPL10: મુંબઇ ઇન્ડિયન્સની જીત

  • Apr 10, 2017, 12:53 PM IST
1 of 8
IPL10: મુંબઇ ઇન્ડિયન્સની જીત
IPL10ની સાતમી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકત્તા નાઇટરાઇડર્સને 4 વિકેટથી હરાવી દીધી છે. 179 રનના ટાર્ગેટ હેઠળ મુંબઇ ટીમે 19.5 ઓવરમાં 180 રન બનાવીને આ મેચ ટીમે જીતી લીધી છે. મુંબઇ માટે નીતિશ રાણા (29 બૉલ 50 રન) અને હાર્દિક પંડ્યા (11 બૉલ 29* રન)થી મેચ વિનિંગ ઇનિંગ રમ્યા. બે મેચમાં મુંબઇની આ પ્રથમ જીત છે. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 178/7 રન બનાવ્યા. કોલકત્તા માટે મનિષ પાંડેયે સૌથી વધારે 81* અને ક્રિસ લિને 32 રન બનાવ્યા. મુંબઇ તરફથી ક્રૂનાલે 3 અને મલિંગાએ 2 વિકેટ લીધી. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરી મુંબઇની શરૂઆત ખૂબ જ સારી હતી. પહેલી વિકેટ માટે 65 રનની પાર્ટનરશિપ થઇ. નીતિશ રાણાએ આઉટ થયા બાદ બાકી કસર હાર્દિક પંડ્યાએ પુરી કરી દીધી. તેણે અંતિમ ઓવરમાં જરૂરી 11 રન બનાવીને ટીમનું દિલ જીતી લીધું. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ મેચની તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ipl Mumbai Indians V Knight Riders
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites