PHOTO GALLERY

હૈદરાબાદ પર મુંબઇની જીત

  • Apr 13, 2017, 08:38 PM IST
1 of 4
હૈદરાબાદ પર મુંબઇની જીત
IPL-10ની દસમી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 4 વિકેટથી હરાવી દીધું. હૈદરાબાદે 159 રનનો ટાર્ગેટ હતો, જેને મુંબઇ ટીમમાં નીતિશ રાણા (45) અને કૃણાલ પંડ્યા (37)ની ઇનિંગની મદદથી 18.4 ઓવરમાં મેળવીને મેચ જીતી લીધી. મુંબઇ માટે 3 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યા. મેચમાં હૈદરાબાદની ટીમ ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરી. તેઓની શરૂઆત સારી હતી અને પ્રથમ વિકેટ માટે 10.2 ઓવરમાં 81 રન બનાવ્યા. પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ સતત વિકેટ પડતી ગઇ અને 20 ઓવર સુધી બાકી બેટ્સમેન માત્ર 77 રન જ બનાવી શકી. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 158 રન બનાવ્યા. ટીમ માટે ડેવિડ વોર્નર (49) અને શિખર ધવન (48) હાઇએસ્ટ સ્કોરર રહ્યા. મુંબઇ માટે જસપ્રીત બુમરાહે 3/24 તો હરભજન સિંહે 2/23 વિકેટ લીધી. આ સિવાય હાર્દિક, મલિંગા અને મેક્લિંઘનને 1-1 વિકેટ મળી. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mumbai Indians Vs Sunrisers Hyderabad
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites