કાજલનો Happy Birthday

કાજલનો Happy Birthday

કાજલ અગ્રવાલનો જન્મ 19 જૂન, 1985ના રોજ મુંબઇમાં થયો હતો. તે કોલેજ ટાઇમથી મોડલિંગથી જોડાયેલી હતી, તેને ફિલ્મોમાં ઓફર મળવા લાગી. તેણે તેલુગુ અને તમિળ ફિલ્મોમાં એક્ટિંગનો મોકો મળ્યો. કાજલે 2007માં તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાણમથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ જ વર્ષે આવેલી ફિલ્મ ચંદામામાએ કાજલને સફળતા અપાવી. 2009માં આવેલી ફિલ્મ મગાધીર પણ સફળ રહી. ત્યારબાદ કાજલે પૉરુડુ, અતદિષ્ટ, ડૉલિંગ, ઓમ શાંતિ, મિસ્ટર પરફેક્ટ, વીરા, સરોજા, ગણેશ જસ્ટ ગણેશ, બિઝનેસમેન, નાયક, બાદશાહ, જિલા, યેવાડુ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ. કાજલે ફિલ્મ સિંઘમથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ. ત્યારબાદ તે ફિલ્મ સ્પેશિયલ 26માં જોવા મળી. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ કાજલની તસવીરો...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34740-kajal-agarwal-happy-birthday-.html?seq=1