લીસાની સ્ટાઇલ

લીસાની સ્ટાઇલ

મોડલ અને એક્ટ્રેસ લીસા હેડનનો જન્મ 17 જૂન, 1986ના રોજ ચેન્નઇમાં થયો હતો. લીસા યોગા ટીચર બનવા ઇચ્છતી હતી, પણ તેની કિસ્મતમાં કંઇક બીજું જ લખ્યું હતું. તેના મિત્રોએ તેને મોડલિંગ કરવાની સલાહ આપી. તેણે ઓસ્ટ્રેલિયામાં મોડલિંગ શરૂ કર્યુ. 2007માં તે ભારત આવી અને અહીં તેણે પોતાના મોડલિંગ કરિયરને એક કદમ આગળ ધપાવ્યું. તેણે અનેક જાણીતા ફેશન શો માટે રેમ્પ વૉક કર્યુ. આ સિવાય તે ઘણી મેગેઝીન્સ માટે ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. લીસાએ 2010માં ફિલ્મ 'આયેશા'થી એક્ટિંગની શરૂઆત કરી. ત્યારબાદ તેણે રાસ્કલ, ક્વિન, ધ શોકિન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યુ. હાલમાં જ તેની ફિલ્મ હાઉસફૂલ-3 રિલિઝ થઇ છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ લીસાની તસવીરો...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34742-lisa-haydon-happy-birthday-.html?seq=1