પ્રાચીના ગ્લેમરસ PIX

પ્રાચીના ગ્લેમરસ PIX

એક્ટ્રેસ પ્રાચી દેસાઈ 29 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 12 સપ્ટેમ્બર, 1988માં સુરત, ગુજરાતમાં થયો હતો. તેણે સેંટ જોસેફ કોન્વેન્ટ, પંચગનીથી સ્કૂલી શિક્ષા મેળવી અને પછી પુણેના સિંહગઢ કોલેજમાં અભ્યાસ કર્યો. તે શરૂઆતથી જ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતી હતી. 2006માં બાલાજી ટેલિફિલ્મ્સ, પુણેમાં ઓડિશન માટે આવી હતી. તેણે પણ પોતાના ફોટોઝ મોકલ્યાં અને સ્ક્રીન ટેસ્ટ આપ્યો. તેનું સિલેક્શન થઈ ગયું અને ટીવી સીરિયલ ‘કસમ સે’માં તેણે બાનીનો રોલ કરવાનો મોકો મળ્યો. આ સીરિયલથી તે ઘર-ઘરમાં ફેમસ થઈ ગઈ. પ્રાચીએ વર્ષ 2008માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘રોક ઓન’થી કરી. આ ફિલ્મ હિટ સાબિત થઈ. તેણે 'લાઇફ પાર્ટનર', 'તેરી મેરી કહાની', 'બોલ બચ્ચન' 'આઇ મી ઔર માઈ', 'પુલિસગિરી' ફિલ્મોમાં કામ કર્યું છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ પ્રાચીના ફોટોઝ...

 

This page printed from: http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-34901-prachi-desai-happy-birthday-.html?seq=1